પ્રાર્થનાસંઘ
અનુદાન

પ્રાર્થનાસંઘની સ્થાપનાવિ.સં. 2007 - ઇ.સ. 1951 નૂતનવર્ષના દિને થઈ

પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમના સ્થાપક પૂ. ભદ્ર સ્વામીએ ઋષિકેશના સ્વામી શિવાનંદજી પાસે ૧૯૫૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી, તેમના મનમાં સતત લક્ષ્યની શોધ ચાલુ હતી. એ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું નિધન થયું. પુર્વજીવનમાં તેઓ ગાંધીજી સાથે રહી ચૂક્યા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. પૂ. મહાત્માજીના નિધન પ્રસંગે "નિત્ય પ્રાર્થના એ બાપુનું સર્વોત્તમ સ્મારક છે". એવી પ્રબળ ભાવનાને અમલમાં મૂકવા અનાવલ શુકલેશ્વર ધામમાં નિવાસ કરી પ્રાર્થનાસંઘનો આરંભ કર્યો. પ્રાર્થનાસંઘની સ્થાપના વિ.સં. 2007 - ઇ.સ. 1951 નૂતનવર્ષના દિને થઈ. એક વર્ષ અનાવલ રહ્યા પછી સર્વને અનુકૂળ એવા મધ્યસ્થ સ્થળ તરીકે સુરતની પસંદગી કરી. સ્વામીશ્રી સુરત આવ્યા અને ઉમરા-સોમનાથ મહાદેવમાં નિવાસ કર્યો. આજે જે જગ્યા પર આશ્રમ આવેલ છે એ જગ્યા બૃહદ મુંબઈ સરકારે સ્વામીજીને અર્પણ કરી. વિ.સં. 2014 - ઇ.સ. 1958 થી સુરત હાલની જગ્યાએ પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમનો આરંભ થયો.

પ્રાર્થના સંઘ - ભદ્ર આશ્રમ
સામયિક

ચૈતન્ય પ્રાર્થના નવેમ્બર - ડિસેમ્બર ૨૦૨૪

Download

પ્રમુખશ્રીનું
નિવેદન

પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમ અક્ષરધામ નિવાસી સ્વામીશ્રી ભદ્રની તપોભૂમિ છે. સ્વામીજી સ્થાપિત પ્રાર્થનાસંઘ લગભગ સાડા છ દાયકા જૂની સુરતની અગ્રગણ્ય સેવાસંસ્થા છે. સ્વામીજીએ પૂ.સ્વામી શિવાનંદ (દિવ્ય જીવન સંઘ)પાસેથી સંન્યાસી દિક્ષા ગ્રહણ કર્યા પછી તેમની આજ્ઞાથી આ પવિત્ર ભૂમિ પર નિવાસ કરી તપ, ધ્યાન, યોગ સાથે વ્યાયામ, યોગભ્યાસ, અધ્યાત્મિક ચિંતન અને પ્રાર્થનાપ્રવૃત્તિ આદરી. પ્રાર્થનાને જીવનની અમોઘ શકિત માનતા તેઓએ પ્રાર્થના માસિક પ્રગટ કરીને લોકસેવા સાથે સર્વઘર્મ સમભાવ અને સદૂભાવનાનો દીપ પ્રગટાવ્યો જે આજે પણ ઝળહળી રહ્યો છે. પ્રાર્થનાની અમોઘ શક્તિનો ચમત્કાર તેમની સન્નિકટ આવેલા વિવિધ લોકોને થયો હતો. સ્વામીજીએ ગાંઘી વિચારધારાને અપનાવીને સર્વોદયનું સ્વપન સેવ્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના થતાસ્વામીજીને હાલ તાપી તટે જ્યાં ભદ્ર આશ્રમ છે. તે જ્ગ્યા પ્રાપ્ત થઈ. સુરતવાસી મહાજનોના આર્થિક સહયોગથી આ સ્થળે આશ્રમ રચીને નિયમિત પ્રાર્થના, ધ્યાનમંદિર, યોગભ્યાસ વગેરે પ્રવૃતિઓ આદરી હતી અને તે થકી આ ભૂમિને મહિમાવંતી બનાવી છે. તાપીમૈયાની ૨૦૦૬ ની મહારેલમાં આશ્રમનું મકાન, ધ્યાનમંદિર નાશ પામ્યું હતું. પરંતુ આ ભૂમિનો અધ્યાત્મિક પ્રભાવ એવો ને એવો જ અકબંઘ રહ્યો છે.

વધુ વાંચો

હોદ્દેદારો

  • શ્રી નવીનચંદ્ર રમણલાલ ચોખાવાળા
    પ્રમુખશ્રી
    શ્રી નવીનચંદ્ર રમણલાલ ચોખાવાળા
  • શ્રી નયનભાઈ નવીનચંદ્ર ભરતીયા
    ઉપપ્રમુખશ્રી
    શ્રી નયનભાઈ નવીનચંદ્ર ભરતીયા
  • શ્રી કિશોરભાઇ નાનુભાઈ દેસાઇ
    ઉપપ્રમુખશ્રી
    શ્રી કિશોરભાઇ નાનુભાઈ દેસાઇ

પ્રવૃત્તિઓ

લાભાર્થીઓના પ્રતિભાવો

પ્રાથૅના સંઘ એક સુંદર ગામડાંની સુગંધ પ્રસરાવે છે, ત્યાં આવેલું શંકર ભગવાન નું મંદિર અને આસપાસના ઉગેલા વષૉ જુના ઝાડ - પાન, વડ - લીમડો અને આસોપાલવ સાથે અમને ઘર પરિવાર જેવું લાગે છે. હું જયશ્રીબેન ઘાયલ ના યોગા ક્લાસ માં આશરે બાર- તેર વર્ષ થી આઉં છું. અમારા ક્લાસમાં આવનાર દરેક સભ્ય અમારા સૌના સગા - સ્નેહી ઓ જેવા છે, એનું મુખ્ય કારણ અમારા ટીચર (જયશ્રીબેન) છે, યોગા કરાવતી વખતે તેઓ નો સ્વભાવ કડક હોય, પણ અમારી સાથે એટલી જ મૃદુતા થી અમારા સુખ - દુઃખ ના સાથીદાર બનતા પણ અચકાતા નથી, અમે બધાં તહેવારોની ઉજવણી પણ સંઘ ના કાયદા - કાનુન માં રહી ને કરીએ છીએ, જેવાં કે નવરાત્રિમાં ગરબા, દિવાળી નો આનંદ અને વેલેન્ટાઇન તથા ક્રીસમસ ને વધાવીએ છીએ, યોગા - ડે ની ઉજવણી બ્લ્યુ જીન્સ અને વ્હાઇટ પેન્ટ પેહરી ને પાવર યોગા પણ કરીએં છીએ.

ભદ્રાશ્રમ એટલે દરેક પ્રવૃત્તિઓ અને યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટેનું પવિત્ર સ્થળ. જેમાં જયશ્રીબેન ઘાયલ દ્વારા કરાવવામાં આવતા યોગા થી દરેકની તંદુરસ્તી તથા મનોસ્થિતિ સકારાત્મક રહે છે આ બદલ જયશ્રીબેન નો અંતઃકરણ થી આભાર.

અનામી

જાહેર કાર્યક્રમો

ગરબા સ્પર્ધા

ગરબા સ્પર્ધા

શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા સ્પર્ધા યોજવામાં આવિ હતિ.

વધુ વાંચો
યોગનો કાર્યક્રમ

યોગનો કાર્યક્રમ

ભારતીય યોગવિદ્યાના પ્રખર પંડિત, સંનિષ્ઠ પ્રચારક પરમાનંદ યોગ ઇન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન્દોર તેમજ આનંદમય યોગથેરાપી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના...

વધુ વાંચો
ગરબા કાર્યક્રમ

ગરબા કાર્યક્રમ

શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો