MD (AM), PhD (Herbal Medicine)
શનિવાર સાંજે ૭:૦૦ થી ૯:૦૦
સેવાકીય અભિગમ ધરાવતા ડો. મેઘનાબેન અધ્વર્યુ પ્રાર્થનાસંઘમાં કેન્સર-એઇડ્સ-લીવર જેવા રોગોની હર્બલ સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત કેન્સર, એઇડ્સ જેવા રોગોની મફત સારવાર ડો. ભાસ્કરભાઇ વખારિયા સાથે સક્રિય સહયોગ આપી કરી રહ્યા છે. તેઓએ પ્રાપ્ત કરેલું શિક્ષણ, સંશોધન અને વ્યવસાય સક્રિયપણે સેવાકીય ક્ષેત્રમાં જ રહ્યો છે.
ડો. મેઘનાબેનના રસનો વિષય પરંપરાગત આયુર્વેદિક વનૌષધિઓ જડીબુટ્ટીઓ અંગે વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક પ્રવૃત્તિ કરી તેના વડે તેઓ લોકોની સારવાર કરવાનો છે.
ડો. મેઘનાબેન B.SC. અને M.SC. વનસ્પતિ વિજ્ઞાનમાં મેળવી છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી સુરતમાં વિશદ સંશોધન કરીને PhD ની પદવી 2008 માં પ્રાપ્ત કરી છે. આ પદવીના સંશોધનકાર્યના ભાગરૂપે તેઓએ કેટલીક વનસ્પતિઓ અને તેની સંયોજનાને તપાસવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત તેમણે "ઇંડિયન બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ" - કલકત્તા સંસ્થા દ્વારા MD ની ડિગ્રી મેળવી છે.
ડો. મેઘનાબેન લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર, સ્પાન ડાયોનેગસ્ટિક, જેન લેબ, પ્રફુલ ટ્રસ્ટ, બ્રહ્મ જેવી સંસ્થાઓ સાથે રહીને વિવિધ પ્રકારના કેન્સર-એઇડ્સ-લીવર જેવા અસાધ્ય રોગોના ઈલાજ સંદર્ભે માનવીય અભિગમ સાથે સતત કાર્યરત છે.
પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમમાં તેઓ પ્રતિ શનિવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે હર્બલ સારવાર આપે છે.