BPT, YTT (Yoga Teachers Training) Course 500 Hours, Internationally Certified Yoga Teacher and Yoga Therapist
સોમવાર થી શુક્રવાર સવારે ૫:૪૫ થી ૧૦:૦૦ સાંજે ૩:૪૫ થી ૬:૧૫ | શનિવાર અને રવિવાર સવારે ૬:૦૦ થી ૮:૦૦
ડો. અમીબેન દેસાઈ એ વડોદરાની M.S. યુનિવર્સીટીમાંથી 1994 માંથી B.Physiotherapy ની ડીગ્રી મેળવી. ત્યારબાદ ૬ વર્ષની ક્લિનિકલ ફિઝીયોથેરાપીની વડોદરામાં પ્રેક્ટીસ કરી છે. તેમણે 1993 માં પોતાના સ્વાસ્થ્યના પ્રશ્નો માટે "The Science and Wisdom of Yoga" માં સારવાર લીધી.
આ બનાવે તેમાનીન જીંદગીમાં એક યાદગાર વળાંક લીધો. ત્યારબાદ તેમણે 1996 માં "Yoga Niketan" સંસ્થામાંથી યોગશિક્ષકની તાલીમ લીધી. આ બધા અનુભવોમાંથી તેમણે ઊંડું આત્મચિંતન કરી કોઈ માનવનું સ્વાસ્થ્ય કેમ સારું રહે, તેની શારીરિક અને માનસિક તન્દુરસ્તી કેમ સારી રહે તે માટેના ઉપાયો શોધી એક આગવી યોગપધ્ધતિ વિકસાવી; જેને "યોગરિધમ્સ" નામ આપ્યું.
સન ૨૦૦૧ માં સુરતમાં પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમ માં તેમણે આ વિશિષ્ટ યોગપધ્ધતિ "યોગરિધમ્સ" ની સ્થાપના કરી. આ સંસ્થાના વિકાસની હરણફાળ આજે પણ ચાલુ જ છે. અને હાલમાં સુરતમાં તેના બે સેન્ટરો ચાલે છે. તેમાં ૬ જેટલા તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા યોગના વર્ગો ચલાવવામાં આવે છે. દરેક સભ્ય પર વ્યક્તિગત ધ્યાન અપાય છે.
ડો. અમીબેન દર્દીની હિસ્ટ્રી અને રીપોર્ટ જોઈ તેની નાની-મોટી ફરિયાદો સાંભળી તે મુજબ ક્યા આસનો-પ્રાણાયામ-કસરત કરવા તે નક્કી કરે છે. તેમનો ખોરાક અને દિનચર્યા નક્કી કરે છે. તેના પર અંગત ધ્યાન આપી યોગની પ્રેક્ટીસ કરાવે છે. આથી રોગનું નિવારણ થાય છે અને નિયમિત પ્રેકટીસથી વ્સ્વસ્થા વ્યક્તિની પણ ચુસ્તી-તંદુરસ્તી જળવાઈ રહે છે. આથી જ આ સારવારને યોગા-થેરાપી કહેવાય છે.
ડો. અમીબેન લોકોની સુખાકારી માટે હંમેશા જાગરુક રહે છે. અને પોતાના યોગના અને ફિઝીયોથેરાપીના જ્ઞાનને આધુનિક ઓપ અપાતા રહે છે. એ માટે તેઓ દર વર્ષે યોગના સેમીનાર, આધુનિક યોગ-ટ્રેનીંગ, ધ્યાન શિબિર વગેરેમાં જોડાય છે. તે માટે તેઓ દેશ-વિદેશનો પ્રવાસ પણ કરે છે. તેમાં મેળવેલ નવું જ્ઞાન-કૌશલ્ય તરત જ તેમના વર્ગોમાં અમલી બનાવે છે.
તેમના હાથ નીચે ટીચર્સ ટ્રેનીંગનો કોર્સ દર વર્ષે યોજવામાં આવે છે. તેમણે આવા ૯ અભ્યાસક્રમો યોજ્યા છે. તે દરમ્યાન ૧૪૫ શિક્ષકોએ ટ્રેનીંગ લીધી છે.
ડો. અમીબેનનું ધ્યેય આ ક્ષેત્રમાં યોગનું અને ફિઝીયોથેરાપીનું જ્ઞાન એ બંને નો સમન્વય સાધી લોકોની તન, મન અને સંવેદનાની સુખાકારી જળવાય તે જોવાનો છે અને તે માટે વધુ ને વધુ લોકો આ યોગથેરાપી નો લાભ લે તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે.




