પ્રાર્થનાસંઘ
અનુદાન
એલોપેથિક સારવાર કેન્દ્ર - ડો. ભાસ્કર વખારિયા

એલોપેથિક સારવાર કેન્દ્ર - ડો. ભાસ્કર વખારિયા

MD (Physician)

શનિવાર સાંજે ૭:૦૦ થી ૯:૦૦

ડો. ભાસ્કર વખારિયા (MD, Physician) લોકસેવાને વરેલા ધ્યેયનિષ્ઠ તબીબ છે. ડો. ભાસ્કરભાઇએ 1988માં MD (Physician) ની ડિગ્રી મેળવ્યા બાદ ધૂમ કમાણી કરતું ક્લિનિક ખોલવાને બદલે ઊંડાણમાં રહેતા અને જરૂરિયાતમંદ આદિવાસીઓની સેવાર્થે તેઓ "શ્રી ગુરુદેવ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત" સાથે ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે જોડાયા. સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ફરતા દવાખાના તરીકે આ ટ્રસ્ટમાં શ્રી ભાસ્કરભાઇ ૧૯૯૦થી કાર્યરત છે.

ડો. ભાસ્કરભાઇ હર્બલ અને આયુર્વેદિક દવાઓના સંશોધન માટે "બાપાલાલ વેદ્ય બોટેનિકલ સંશોધન કેન્દ્ર", વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે તથા સ્વીટ્ઝરલેન્ડની ANCHROM સંશોધન સંસ્થાના તાલીમી કાર્યક્રમો સાથે સંકળાયેલા છે.

ટ્યૂબરક્યુલોસિસની સારવારઆપતી હર્બલ દવાઓના તેમજ કેન્સર જેવા જીવલેણ અસાધ્ય રોગોમાં અનિવાર્ય એવી કેમોથેરાપી સારવારને કારણે આવતા રી-એક્શનને રોકવા સંશોધન કાર્ય કરી રહ્યા છે. તેમણે આ અંગે "ડ્રગ રેસિસ્ટંટ ટ્યૂબરક્યુલોસિસ-એડવાન્સિસ એન એપ્લીકેશન" પુસ્તક લખ્યું છે.

પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમને તેઓશ્રી પોતાની સ્વજન સંસ્થા ગણીને પ્રતિ શનિવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામુલ્યે સારવાર આપે છે.

તેઓશ્રી કેન્સર ઉપરાંત અનેક અસાધ્ય રોગો જેવાકે, હ્રદય રોગ, ચામડીના દર્દો, ડાયાબિટીસ, થાઈરૉઈડ, સાંધાના દર્દો, માઈગ્રેઇન, પથરી વગેરેની પણ અસરકારક સારવાર વિનામુલ્યે આપી રહ્યા છે.

પાછા જાઓ