હું સુનિલ જોશી મારે મેજર પ્રોબ્લેમ હતા અને હોમોયોપેથી સારવાર લીધાને પંદર દિવસમાં ઘણું સારું પરિણામ આવ્યું છે. અહીની સારવાર ઘણી જ અસરકારક છે.હું મોટે ભાગે હોમિયોપેથિક સારવાર લઉં છુ. આ અનુભવી ડોક્ટરને ઘણો આભાર.
સુનિલ જોશી
I am able to concentrate in my business so well and my profit is increased to a good extent!
My condition before joining Yoga Program:My health condition today after joining Yoga Class:
- Weight: 112Kg, Waist: 46''.
- Swollen body, especially lower legs.
- Pain in all joints, especially in both the knee joints.
- Hyper acidity and gas release almost whole day.
- Severe headache.
- Frequent cough, cold, fever.
- Minimum 10 hours of sleep.
- Lethargy.
- Problem in climbing up/down stairs.
- Breathing problem even in walking half a kilometer and could not stand at one place for more then 5 minutes. (I had to find a place and sit down).
- Frequent urination.
- I was unable to enjoy simple pleasure of life.
The most important benefit I am having is: I am able to concentrate in my business so well and my profit is increased to a good extent! Madanlal Jariwala, Textile Industrialist
- Weight: 90Kg, Waist: 39''.
- Swelling problem is reduced almost to 80%.
- General pain in all joints is gone, knee pain also reduced to 60%.
- Complete relief from hyper acidity and headache.
- I did not have fever for last 5 months.
- I am feeling fresh and energetic whole day with only 7 to 7.5 hours sleep.
- I can work standing at one place for more then half an hour without much trouble and walk 5 km everyday.
- Urination problem is cured completely.
- I am enjoying my life so much.
હું નામે નર્મદાબેન અમદાવાદથી દીકરીના ઘરે બીમારીમાં આરામ કરવા આવી હતી. તે સમયે આ કેન્દ્ર વિષે જાણીને મને મારી દીકરીએ અહી ટ્રીટમેંટ લેવા માટે કહ્યું. 30 દિવસ પુર્ણ થતામાં માણેલાગ્યુક જાણે મારી જુવાની પછી આવી. હોય તેવું ફિલ થયું. કારણ કે છેલ્લા દસ વર્ષથી હું અસ્થામાથી પીડાતી હતી. તથા કાયમ જ ઉધરસ અને કફ રહ્યા કરે.અહી આવ્યાં 4-5 દિવસમાં જ મને મારી બોડીમાં ફેરફાર થતો જણાયો. 30 દિવસ બાદ આજે હું સંપૂર્ણ સ્વસ્થ ફિલ કરું છુ. આ નેચરોપેથી ક્લિનિકની હું આભારી રહીશ કે જેણે મને મારૂ સ્વાસ્થ્ય પાછું મેળવી આપ્યું. પણ હા, અફસોસ એક જ વાતનો રહ્યો કે આ ટ્રીટમેંટ મને પહેલા મળી હોત તો મારૂ સ્વાસ્થ્ય ઘણું સારું હોત. ખાસ કરીને ફેનલ મેડમ માત્ર ડોકટર જ બનીને ટ્રીટમેંટ નથી કરતાં પણ સ્નેહીજનની જેમ બધા જ પેશન્ટની પર્સનલી ટ્રીટમેંટ કરે છે. હું આ સંસ્થાની હમેશાં ઋણી રહીશ. ધન્યવાદ.
નર્મદાબેન સોલંકી, અમદાવાદ
મને પિરિયડમાં પહેલા ઘણી જ તકલીફ રહેતી હતી. માહિનામાં 20-25 દિવસ રહેતું હતું. આયુષીબેનની દવાથી 5-7 દિવસા જ પિરિયડ ચાલે છે. એ તકલીફ સારી થઈ ગઈ છે. જેની મને ઘણી જ ખુશી છે. અને હું દવા સારું ન થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવા માંગુ છુ.
અનિતાબેન
હું કિયાન શાહ ની મમ્મી મારો છોકરો છેલ્લા ૫ વર્સથી એરિયલ જીમ્નાસ્ટીકસ એકડમીમાં જાય છે. ત્યાં એટલુ બધુ શીખ્યો છે અને તે સ્કૂલ માંથી નંબર લાવતો થઈ ગયો છે. સર અને મેડમ એટલી બધી મહેનત કરે છોકરાઓ પાછળ જાણે પોતાના છોકરાઓ હોય.
શ્રીના શાહ
અહીંની ટ્રેનનિંગ એટલી બધી જબરજસ્ત હોય છે કે છોકરાઓ પાછળ પડે જ નહીં છોકરાઓ પાછળ પૂરતુ ધ્યાન આપે છે . ખરેખર હું આભારી છું કે મારો છોકરો સાગર સર, દિવ્યેશ સર અને રક્ષા મેડમ પાસે ટ્રેનિંગ લે છે.
હું એટલુ જ કહેવા માંગુ છું કે કોઈ ને પણ છોકરાઓ ને આગળ વધવું હોય તો આંખ બંધ કરી ને છોકરાઓને આ સંસ્થામાં મૂકી શકે છે.
ભદ્ર આશ્રમ સુરતની એવી એક સંસ્થા છે કે એની મુલાકાત લીધા પછી જ એની પ્રવૃત્તિઓ વિષે જાણી શકાય. એમાની એક પ્રવૃત્તિ "કરાઓકે ક્લાસ" જેની સાથે હું જોડાયેલી છુ.
અલ્પા ઓજસ લાકડાવાળા
50+ પછી આપના શોખની પ્રવૃત્તિ ને શૂર, તાલ અને લય શીખવાડી જીવંત રાખવાનું કામ અમારા ગુરુજી શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરીયા જેવુ કોઈ નહીં કરી શકે. સરળ સ્વભાવ, દરેક વ્યક્તિના ગીતો સાંભળવાની ક્ષમતા, સાંભળીને શૂર, તાલ, લયબધ્ધ કરવાની એમની કાર્યક્ષમતા ખરેખર બિરદાવવાને લાયક છે.
ભદ્રાશ્રમ દ્વારા ફાળવવામાં આવેલો વર્ગ, એની સાઉન્ડ સિસ્ટમ, અમારા અવાજને કર્ણપ્રિય બનાવે છે. TV ની સગવડને લીધે ટ્રેક પરથી ગીત ગાવાનું ઘણું સરળ રહે છે. વર્ષમાં એકવાર સંસ્થા દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામા આવે છે. તેને લીધે દરેક મેમ્બર પોતાના વ્યક્તિત્વને દરેક સામે પ્રસ્તુત કરી શકે છે. આ સંસ્થાના અમે ખૂબ આભારી છીએ. અમારા ગુરૂજી શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરીયાનો પણ ખૂબ ખૂબ આભાર.
પોલીસની નોકરી માં સ્ટ્રેસ ને તથા ગુસ્સા ને કેવી રીતે કંટ્રોલ કરવો તેની ગુરુચાવી મળી ગઈ.
અંગત જીવન માટે:
- જીવન પ્રત્યનો અભિગમ વધુ હકારાત્મક બન્યો. પોતાની જાતને પ્રેમ કરતાં થયો.
- ગુસ્સા ઉપર નિયંત્રણ કરી ખુશીની ચાવી પોતાની પાસે કેવી રીતે રાખવી તે જાણવા મળ્યું.
- જેના લીધે ઘરના વાતાવરણમાં પણ ફેરફાર થઇ ગ્યો.મારા કુટુંબના સબયો પણ આ વસ્તુ ફીલ કરવા લાગ્યા.
- હું ખૂશ રહેતા શીખ્યો તેના લીધે ફેમિલી પણ ખુશ રહેવા લાગ્યું.
- આહારની કાળજી રાખતા તેમજ થોડા થોડા આતરાલે જમવાનું શીખવાથી ખુબજ ફાયદો થયો, પહેલા હું રાત્રે જામતો ન હતો તેના લીધે મારા માતા તથા પત્ની ખૂબ દુખ અનુભવતા.પરંતુ હવે ભલે થોડુક જ પણ રાત્રે જમવાનું શરૂ કરી તેથી તેઓ પણ ખુશરહેવા લાગ્યાં.
- શરીર સ્ફૂર્તિવાન થયું છે.
પોલિસની નોકરીમાં:પ્રજ્ઞેશ જી. ચાવડા, પી.એસ.આઇ.
- પોલીસ ખાતામાં સમય જ મળતો નથી એટલે આહારમાં નિયમિતતા કેવી રીતે આવે? આ તો એક બહાનુ જ હતું.
- હવે, ખરેખર એવું શીખ્યા કે કઈ પણ મેનેજ કરવું હોય તો સમયની નહીં ઇચ્છા ની જરૂર હોય છે. ઇચ્છા હોય તો બધુ જ થઈ શકે.
- પોલીસની નોકરી માં સ્ટ્રેસ ને તથા ગુસ્સા ને કેવી રીતે કંટ્રોલ કરવો તેની ગુરુચાવી મળી ગઈ હોય તેવું લાગે છે.
- મારા સ્વભાવ તેમજ (એટીટયુડ) માં આવેલા પરિવર્તન પર મને ગર્વ છે.
આ સંસ્થા માં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે .અમે યોગ કરવા માટે જયશ્રીબેન નાં ક્લાસમાં છીએ.
અનામી
હું આ ક્લાસ માં આશરે બાર - તેર વર્ષ થી જાઊં છું, અમે જુના ક્લાસરૂમમાં પણ ઓછી સગવડોમાં યોગા કરતાં હતાં, પરંતુ હવે નવાં ક્લાસમાં લીફટ,પંખા અને બાથરમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
અહીંનું વાતાવરણ મંદિર - આસોપાલવ અને લીમડાના નાં વૃક્ષ ને કારણે શહેર કરતાં ગામડાં ની યાદ અપાવે છે. ઓફિસ નાં કમૅચારીઓ પણ અમારી નાની નાની સગવડો નું ધ્યાન રાખે છે.
પ્રાથૅના સંઘ માં રાહત દરે બધી પ્રવૃત્તિઓ ચાલે છે.
છેલ્લા ઘણા વર્ષથી પિરિયડ પેઇન હોવાથી પેઇન કીલર ખાતી હતી. હવે આ ટ્રીટમેંટ લેવાથી પેઇન કીલર સદંતર બંધ થઈ ગયેલ છે. તથા એસિડિટી અને ગેસ સદંતર બંધ થઈ ગયેલ છે. હું સંપૂર્ણ સ્વસ્થ અનુભવ કરું છુ. અને આંતરિક રૂપે પણ તાજગીનો અનુભવ કરું છુ.
હેમા એસ. દીક્ષિત
હું અંતર હ્રદયપૂર્વક આ સંસ્થા અને ધ્વનિબેન તથા ધવલભાઈ નો આભાર માનું છુ.
મને ખુશી સાથે જણાવું છુ કે મારૂ બાળક 7 વર્ષ નું છે. એને ઘણા સમયથી શરદી ખાંશી અને ગાળાના ઇન્ફેક્ષનની સમસ્યા હતી ઘણી દવાઓ લીધા પછી પણ એને સારું થતું ન હતું. કઈ પણ ઠંડુ ખાઈ એટલે તરત જ બીમાર પડી જતો. પણ મેડમની દવા લીધા પછી ઘણા જ ઓછા માયામાં મને રિજલ્ટ દેખાયું. અને એને ઘણું જ સારું રહે છે. હવે એ બધુ જ ખાઈ શકે છે.
નેહા
પુનમબેન શાહ ના પ્રયત્નોથી અને સરસ ગાઈડન્સ નીચે હું સોનાલી મહેતા ખુબ જ રિલેક્ષ અને પ્રોગ્રેસીવ અનુભવ કરી રહી છું. એક્ષરસાઈઝ અને સ્ટ્રેચિંગ થી ઘણો ફરક છે.
સોનાલી મહેતા
મારા અનુભવથી હું મારા બેટરહાફ ને પણ લઇ આવી. જેમની બોડી ખુબ જ સ્ટિફ છે. પરંતુ તેમના ગાઈડલાઈન થી તેઓ અન્ય મુવમેન્ટ પણ આરામથી કરી શક્યા.
ખુબ જ સરસ પ્રોગ્રેસીવ અને આરામદાયક અનુભવ.
મારી દિકરી છેલ્લા વર્ષથી એરરયલ્ર્સ જિમ્નાસ્ટિક એકેડેમીમાં પ્રેસ્ક્ટીસ રહી છે, અને હું તેના માટે વધુ આભારી છું ! તેણીએ ઉત્તમ જિમ્નેસ્ટીક કુશળતા, શિસ્ત અને આત્મવિશ્વાસ શીખ્યા છે. બધા સમર્પિત સર અને મેડમનો તેમની મહેનત, ધીરજ અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. અહીંની તાલીમ અને વાતાવરણ ખરેખર ઉત્કૃષ્ટ છે.ગુણવત્તાયુક્ત જિમ્નેસ્ટીક કોચિંગ ઇચ્છતા કોઈપણ માટે ખૂબ ભલામણ કરેલ!
ક્રિષ્ના ટંડેલ
હું પ્રાર્થનાસંઘના કરાઓકે ક્લાસનો વિદ્યાર્થી છુ. અહીની આ પ્રવૃત્તિ ઘણી સારી રીતે શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરીયા કરે છે. અહીની સાઉન્ડ સિસ્ટમ, વર્ગખંડ અને એ.સી. ની સગવડ પણ ઉમદા છે. અમને બધાને આ વર્ગમાં ગાયકી વિષે ઘણું શીખવા મળે છે અને આનંદ પણ આવે.
વિનય લંકાપતિ
એપ્રિલ ૨૦૧૩ થી મારામાં જાણે કશો ફેરફાર આવ્યો. ડીપ્રેશન જેવું લાગતું. અચાનક જ હું આત્મવિશ્વાસ ગુમાવી બેઠી એવું મને લાગતું. મનમાં કઈ ડરની લાગણી થવા લાગી. રસ્તા પર બે ત્રણ વખત Hot flushes નાં એટેક આવ્યા તો એવું લાગ્યું કે હાર્ટએટેક જ છે! બે વખત તો તાત્કાલિક હોસ્પીટલમાં દોડી જઈ બધા જ ટેસ્ટ કરાવ્યા. બધું જ નોર્મલ! એક ડોક્ટર તરીકે આ જિંદગીનો પહેલો જ અનુભવ હતો. ગાયનેક ડોક્ટરની સલાહ મુજબ યોગ વર્ગ માં જોડાઈ.
ડૉ. તૃષા જોશીપુરા
યોગવર્ગમાં જોડાયા પછી પ્રથમ સપ્તાહને અંતે જ જાણે મને લાગ્યું કે હું આ જ પળની તો શોધમાં હતી!!!
મારામાં આત્મવિશ્વાસનો જાણે સંચાર થયો! હું ફરી નોર્મલ લાઈફ જીવતી થઇ ગઈ હાસ્ય ફરી મારા હોઠ પર આવીને વસવા લાગ્યું. મને તો હતું કે હું આવી વિચિત્ર કેવી રીતે થઇ ગઈ અને હવે શું થશે? પણ આજે હસતી - ખેલતી હું બધાને માર્ગદર્શન આપું છું કે યોગ - પ્રાણાયામથી આપણું જીવન જીવંત બને છે!
પ્રાથૅના સંઘ એક સુંદર ગામડાંની સુગંધ પ્રસરાવે છે, ત્યાં આવેલું શંકર ભગવાન નું મંદિર અને આસપાસના ઉગેલા વષૉ જુના ઝાડ - પાન, વડ - લીમડો અને આસોપાલવ સાથે અમને ઘર પરિવાર જેવું લાગે છે. હું જયશ્રીબેન ઘાયલ ના યોગા ક્લાસ માં આશરે બાર- તેર વર્ષ થી આઉં છું. અમારા ક્લાસમાં આવનાર દરેક સભ્ય અમારા સૌના સગા - સ્નેહી ઓ જેવા છે, એનું મુખ્ય કારણ અમારા ટીચર (જયશ્રીબેન) છે, યોગા કરાવતી વખતે તેઓ નો સ્વભાવ કડક હોય, પણ અમારી સાથે એટલી જ મૃદુતા થી અમારા સુખ - દુઃખ ના સાથીદાર બનતા પણ અચકાતા નથી, અમે બધાં તહેવારોની ઉજવણી પણ સંઘ ના કાયદા - કાનુન માં રહી ને કરીએ છીએ, જેવાં કે નવરાત્રિમાં ગરબા, દિવાળી નો આનંદ અને વેલેન્ટાઇન તથા ક્રીસમસ ને વધાવીએ છીએ, યોગા - ડે ની ઉજવણી બ્લ્યુ જીન્સ અને વ્હાઇટ પેન્ટ પેહરી ને પાવર યોગા પણ કરીએં છીએ.
અનામી
ભદ્રાશ્રમ એટલે દરેક પ્રવૃત્તિઓ અને યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટેનું પવિત્ર સ્થળ. જેમાં જયશ્રીબેન ઘાયલ દ્વારા કરાવવામાં આવતા યોગા થી દરેકની તંદુરસ્તી તથા મનોસ્થિતિ સકારાત્મક રહે છે આ બદલ જયશ્રીબેન નો અંતઃકરણ થી આભાર.
ડો. ધવલભાઈ સરૈયાની કુદરતી ઉપચાર કેન્દ્રની મે અને મારા મિસીસ એક મહિનો ટ્રીટમેંટ લેવાથી ઘણું સારું લાગ્યું છે. હામો આ ટ્રીટમેંટ ગુજરાતનાં ઘણા કુદરતી ઉપચારના કેન્દ્રો માંથી લીધી છે. અહી સારી જેવી તન્દુરસ્તી વગર દવાએ મસાજ પટ્ટી સ્ટીમ બાથ અને બીજી બધી રીતે સારી રીતે કાળજીથી ડો. ધવલભાઈ સરૈયા એ અમને સંતોષપૂર્વક સારવાર કરી છે. તો હું તેમનો અને મારી મિસીસ ને તેમના ધર્મપત્ની એ ટ્રીટમેંટ આપી છે તેથી અમે બન્નેવ તેના ઋણી છીએ.
માલકમભાઈ કે. નાણાવટી
આભાર.
મારા દીકરાને શરદી ઘણા સમયથી હતી. ઘણી દવાઓ કરાવી પણ સારું થતું ન હતું. અહિયાની દવા લેવાથી સારું થઈ ગયું છે. મને બહુ જ ખુશી છે.હું એને નેબ્યુલાઈજર પણ આપવાથી હતી. હવે નથી અપાવવી પડતી. એ કઈ પણ ખાય તો એને શરદી ખાશી થતી હતી અહિયાની દવા ચાલુ કરવાથી એને સારું થઈ ગયું છે.
ખુશ્બુ
મારું નામ કવિતાબેન છે. હું પ્રાર્થાનાસંઘ માં ફિઝીયોથેરાપીમાં ડો. પૂનમ શાહ અને અસીસ્તંત ડો. ફોરમ સાવલિયા પાસે થેરાપી લેવા આવી હતી. મને સયાતીકાનો અસહ્ય દુખાવો હતો અને હું એક પણ કામ કરી શકાતી નથી. અને અહિયાં હું થેરાપી લીધા પછી બધું કામ કરી શકું છું. અને દુખાવામાં ઘણી રાહત મળી.
કવિતાબેન એસ. ચૌધરી
મારી ૨ ડોટર્સ એરરયલ જીમ્નાસ્ટીક એકેડેમીમાં દિવ્યેશ સર અને સાગર સર ની અંડરમાં ૨ વર્ષ થી ટ્રેનિંગ લે છે અને એ મારી ડોટર્સ માટે ગર્વની વાત છે. ખરેખર બહુજ સારો અનુભવ છે મારી ડોટર્સ નસીબદાર છે કે બંને એક સારી એકેડેમીમાં ટ્રેનિંગ લે છે. આ બદલ હું એરિયલ જીમ્નાસ્ટીક એકેડેમીને આભારી છું.
ચિંતન બાબાઈવાળા
પ્રાર્થનાસંઘ-કરાઓકે વિષે હું લખવા માટે નસીબદાર છુ. અહી સર જી અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી સાથે રહે છે. કોઈ વસ્તુ ના સમાજ પડે તો ફરીવાર પણ બતાવે છે. એમનું માર્ગદર્શન અમારા માટે ખૂબ જ જરુરી છે. કરાઓકે સિસ્ટમ માઇક વગેરે પણ ખૂબ જ સરસ છે. સાર કોઈ દિવસ ટાઈમ જોઈને ક્લાસ ચલાવતા નથી. ખૂબ જ સિદ્દતથી શીખવે છે.
કીર્તિબેન પંચાલ
આદરણીય ધર્મેશભાઈ ના અવાજ માટે તો હું ખૂબ જ અભિભૂત છુ. એમનો અવાજ જ એમની પહેચાન છે.
ખૂબ ખૂબ આભાર સહ.